ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ભીંડામાં ફળ કોરી ખાનાર ઇયળનું સંકલિત વ્યવસ્થાપન
ઘણા પિયત ધરાવતા ખેડૂતો ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય છે. ચૂસિયાં પ્રકારની જીવાત કરતા ફળ કોરી ખાનાર ઇયળથી વધારે પ્રમાણમાં નુકસાન થતુ હોય છે. આ ઇયળ શીંગમાં અંદર ઉતરી જઇ નુકસાન કરતી હોય છે. કેટલીકવાર શીંગ બેડોળ પણ બની જતી હોય છે. _x005F_x000D_ _x005F_x000D_ સંકલિત વ્યવસ્થાપન:_x005F_x000D_ • ભીંડાની સમયસર અને નિયમિત વિણી કરતા રહેવું._x005F_x000D_ • ભીંડાની દરેક વીણી વખતે ઈયળથી નુકસાન પામેલ ફળો જૂદા પાડી યોગ્ય નિકાલ કરવો._x005F_x000D_ • નુકસાનવાળા ઘરડી શીંગો છોડ ઉપર ન રહેવા દેતા તેમને ઉતારી નાશ કરવા. સડેલા ભીંડા જૂદા તારવી ઢોરને પણ ખવડાવી શકાય.
• બેસીલસ થુરીન્જીન્સીસસ (બીટી) નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. _x005F_x000D_ • સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ૪૦ ફિરોમોન ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે ગોઠવવા._x005F_x000D_ • ઉપદ્રવની શરુઆત થતા લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો._x005F_x000D_ • ઇયળનો ઉપદ્રવ વધતો જણાય ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપમેથ્રીન ૨૫ ઇસી ૪ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિ.લિ. અથવા પાયરીડાલીલ ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ ૧૦ મિ.લિ. અથવા ફેનોબુકાર્બ ૫૦ ઇસી ૪ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો._x005F_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
790
0
સંબંધિત લેખ