કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પૂંછડે ટપકાંવાળી ઈયળ (FAW) થી 1,409 હેકટર મકાઈની ખેતી અસરગ્રસ્ત થઈ છે
રાજ્ય કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં ઓછામાં ઓછી 1,409 હેકટર મકાઈની ખેતી જીવાતના નુકશાનથી અસરગ્રસ્ત થઈ છે. ફોલ આર્મી વોર્ન (FAW) 'સ્પોડોપ્ટેરા ફુજીપેરડા' નામના ઈયળનો એટેક રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાઈ વળ્યા છે, અને મિઝોરમમાં ખેતીને રૂ. 18.05 કરોડ ટનનું નુકશાન થયું છે. FAW ના હુમલા સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સ્તરની રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) ની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા કૃષિ અધિકારીઓ મકાઈનાં પાકનું નુકશાન ઓછું કરવા માટે કાર્યવાહી કરવા સક્રિય થયા હતા અને આ જંતુઓને નાથવા માટે એક ઓપરેશન પણ શરૂ કર્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સંયુક્ત ડિરેક્ટર (ખેડૂતોના પાક માટે) જેમ્સ લાલ્સીમલિઆનાએ જણાવ્યું છે કે મકાઈના ખેતરોમાં આ ઈયળોના નાશ માટે રાસાયણિક જંતુનાશકો તેમજ ઓર્ગેનિક તત્વોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રમાંથી ચેતવણી પ્રાપ્ત થયા પછી, 27 મી ફેબ્રુઆરીના રોજ, રાજ્ય કૃષિ વિભાગે રાજ્યના તમામ જીલ્લા કૃષિ અધિકારીઓને રાજ્યમાં FAW ના એટેકની શક્યતા વિશે ચેતવણીઓ મોકલી હતી. આ વર્ષે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં FAW નો આક્રમણ થયું હતું. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે FAW એ વિવિધ જાતના ખોરાક ખાતા (પોલીફેગસ) લેપિડોપ્ટેરિયન ઈયળ છે જે છોડની 80 થી વધુ પ્રજાતિઓના પાંદડા અને ડાંખળીઓ ખાય જાય છે અને નુકશાન પહોચાડે છે. સ્રોત: આઉટલુક એગ્રીકલ્ચર, 30 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
1
0
સંબંધિત લેખ