કૃષિ વાર્તાકૃષિ જાગરણ
સરકારે ખેડુતોને 2,424 કરોડનો આપ્યો લાભ
મોદી સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ 12 રાજ્યોના ખેડુતોને રાહત આપવામાં આવી છે. સરકારે વચન આપ્યું હતું કે પાક વીમાનો લાભ ટૂંક સમયમાં ઘણા રાજ્યોના ખેડુતોને આપવામાં આવશે. આ દાવાની પૂર્તિ કરીને સરકારે 12 રાજ્યોના ખેડુતોને 2,424 કરોડ રૂપિયાનો લાભ આપ્યો છે. શું છે યોજના ? કોરોના અને લોકડાઉનને કારણે, ખેડુતો અને ખેતીના કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. સરકારે સુવિધા માટે અનેક પ્રયાસો કર્યા છે. મોદી સરકારે ખાસ કરીને ખેડૂતો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. પાક વીમા યોજના વર્ષ 2016 માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ, પાકની વાવણીની લણણી પ્રક્રિયા આવરી લેવામાં આવે છે. જો કોઈ કુદરતી આફતને કારણે ખેડૂતના પાકને નુકશાન થાય છે, તો આ સ્થિતિમાં ખેડુતોને પાક વીમો આપવામાં આવે છે. જેમાં ખરીફ પાક માટે 2 ટકા, રવી પાક માટે 1.5 ટકા અને કૉમર્શિઅલ પાક માટે 5 ટકા પ્રીમિયમ આપવામાં આવે છે.
ખેડુતોને કરોડો રૂપિયાની લોન_x000D_ પીએમ ખેડૂત લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપીને મોદી સરકારે પણ નોંધપાત્ર રાહત આપી છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 83 લાખ અરજીઓ આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ચુકવણીની તારીખ પણ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે._x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ _x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
503
0
સંબંધિત લેખ