પશુપાલનNDDB
પશુધન કેલેન્ડર: ઓક્ટોબરમાં ધ્યાનમાં રાખવાની બાબતો
• પશુને ખરવા-મોવાસા રોગ થાય ત્યારે તેવા કિસ્સામાં, પશુ ના અસરગ્રસ્ત ભાગને પોટેશિયમ પરમેંગેનેટ ના 1 ટકા મિશ્રણથી સારવાર કરો. • ખરવા-મોવાસા, ગળસુંઢો,ગાંઠિયો તાવ (બ્લૅક ક્વાર્ટર) રોગ નું રસીકરણ હજુ પણ ના કારવ્યું હોયતો કૃપા કરીને સમયસર રસીકરણ કરાવી લેવું. • પરોપજીવી અને કૃમિનાશક દવા આપવાનો આ યોગ્ય સમય છે. • કૃમિનાશક દવા એક ને એક ફરીથી પુનરાવર્તિત કરવી નહીં.
• પશુઓને નિયમિત ખનીજ મિશ્રણ આપતા રહેવું. • આ મહિનામાં લીલા ઘાસની ઉપલબ્ધતા વધે છે પરંતુ પશુને યોગ્ય માત્ર માં આપવો. સૂકો ચારો અને લીલો ચારો બંને મિશ્રમાં આપવો. વધુ લીલો ચારો આપવાથી પશુને ઝાડા ની સમસ્યા થઈ શકે છે. • પાછલા મહિનામાં ઘેટાંનું ઊંન કાતરવાનું કાર્ય ન કર્યું હોય તો આ મહિનામાં પૂર્ણ કરવુ. • ઘેટાંના શરીરમાંથી વાળ કાતરીયા પછી 21 દિવસ પછી બાહ્ય પરોપજીવીઓથી બચવા માટે જંતુનાશક દ્રાવણથી નવડાવા. • આ મહિનાથી શર્દી ની સીઝન શરૂ થઇ જાય છે, તેથી પશુઓને ઠંડીથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરો. સંદર્ભ: એનડીડીબી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
0
સંબંધિત લેખ