સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પ્રકાશ પિંજરનો ઉપયોગ કરીને પાકની જીવાતો પર નિયંત્રણ મેળવો!
પ્રકાશ પિંજર અથવા લાઈટ ટ્રેપ દ્વારા પાકને જીવાતોથી બચાવવા માટે ખેડૂતો માટે આ બિન ભૌતિક પદ્ધતિઓ ખુબ ઉપયોગી છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોને આ તકનીકનો ઉપયોગ કરીને પાક ને વિવિધ હાનિકારક જીવાતોનું નિયંત્રણ કરવા માટે સલાહ આપવામાં આવે છે. પ્રકાશ પિંજર મુખ્યત્વે રાત્રે ઉડતા જીવાતો માટે વપરાય છે, રાત્રી ના સમયે પ્રકાશ પિંજર તરફ આકર્ષાયેલી જીવાતો પ્રકાશ પિંજર નીચે પાણી ભરેલા ટબ અથવા જાળીમાં ફસાઈ જાય છે. જેને દરરોજ બહાર કાઢી ને નાશ કરવામાં આવે છે. તે પાકમાં જીવાતોના નિરીક્ષણ માટેનું મુખ્ય સાધન છે. પાકમાં આર્થિક નુકસાન પહોંચાડનારા જીવાતોના પ્રકોપને જાણવાનું અને તેના નિયંત્રણમાં રાખવા તે એક સહાયક સાધન છે. પ્રકાશ પિંજર નો ઉપયોગ વિવિધ પાકમાં કરી શકાય છે, ટામેટા ફળ છેદક જીવાત, રીંગણ ફળ છેદક, સોયાબીન માં, તમાકુ ઈયળ, મગફળીની લાલ વાળવાળી ઈયળ,લીફ માઈનર, સફેદ ધૈણ નું પુખ્ત, મકાઇની થડ વેધક , ડાંગર માં પાન વાળનાર ઈયળ, શેરડીના પાકમાં પાઇરીલા જેવા પાકમાં આવતાં જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. આ પધ્ધતિ ખુબ જ અસરકારક તેમજ પ્રદુષણરહિત છે. એટલે કે, આ પધ્ધતિ બિન ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય છે. રાસાયણિક દવાઓ સામે પ્રતિકારક કેળવેલ જીવતો સામે પણ નિયંત્રણ મેળવી શકાય છે.
સંદર્ભ:- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
468
0
સંબંધિત લેખ