સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શાકભાજી પાકના તંદુરસ્ત છોડ તૈયાર કરવાની રીત
શાકભાજી પાકોમાં ગુણવત્તાયુક્ત અને તંદુરસ્ત છોડના ઉત્પાદન અને વિકાસ માટે યોગ્ય વાવેતર જરૂરી છે. જે જગ્યાએ તમારી પાસે શેડનેટ તેમજ કોકોપીટ, પ્લાસ્ટિકની ટ્રે ઉપલબ્ધ ના હોય તો યોગ્ય જગ્યા પસંદ કરો અને ક્યારી તૈયાર કરો. જગ્યા પસંદ કરતી વખતે ઊંચા મોટા ઝાડની નીચે અથવા ડેમના કિનારે અને જગ્યા બહુ ભીની ના હોવી જોઈએ. ક્યારી તૈયાર કરતાં પહેલાં ખેતરમાં એક હળ ચલાવો. સાથે જ પહેલા પાકમાંથી કચરાનો નાશ કરો. જમીનમાં ઢેફાં અને પથ્થર ના રહે તેનું ધ્યાન રાખવું. વાવણી કરતી વખતે તેમાં સડેલ છાણીયા ખાતરનું સારું મિશ્રણ રાખો. માટીના પ્રકાર, ઊંડાઈ અને પહોળાઈ મુજબ ઓછામાં ઓછી 3 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ અને 15 થી 20 સે.મી. ઉંચાઇની ક્યારી તૈયાર કરો.
ત્યારબાદ, દરેક ક્યારીમાં 250 ગ્રામ સિંગલ સુપર ખાતર, 150 ગ્રામ પોટાશ, 50 ગ્રામ યુરિયા અને 30 ગ્રામ કાર્બોફ્યુરોન જંતુનાશક દવા ઉમેરવી જોઈએ. જેથી પ્રારંભિક તબક્કે, છોડ સારી રીતે વિકસશે અને છોડ ફૂગથી સુરક્ષિત રહેશે. તે પછી ક્યારીમાં 5 સે.મી. અંતરાલમાં લાઈન બનાવીને બીજને રંગોળીની જેમ વાવવું જોઈએ અને ધીમે-ધીમે બીજ ઉપર માટી ફેલાવવી જોઈએ. ધ્યાન રાખો કે બીજ 5 સે.મી.થી વધુ ઊંડું ન જવું જોઈએ. વાવણી કર્યા પછી, પંપનો ઉપયોગ કરીને ક્યારીમાં પાણી આપો. છુટ્ટા પિયત પદ્ધતિ દ્વારા સિંચાઈ ન કરવી જોઈએ. નહીં તો બીજ પાણીની સાથે વહી જાય છે. તે પછી, બે દિવસ માટે સૂતરની બેગ (કોથળાઓ) નાંખો. તેના પર પંપ વડે પાણીનો છંટકાવ કરો. સુતરની બેગ (કોથળાઓ) ઉમેરાવાને કારણે બીજને ઝડપથી અંકુર ફૂટવામાં મદદ કરશે. બીજ ઉગાડ્યા પછી પ્રારંભિક સમયમાં કેટલાક જીવાતો અને રોગોના પ્રકોપથી બચવા માટે, કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ / લિટર અને મેન્કોઝેબ 2 ગ્રામ / લિટર જેવા ફૂગનાશક અને થાયોમેથોકઝામ 0.25 ગ્રામ / લિટર જેવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. છોડની ઉત્સાહપૂર્ણ વૃદ્ધિ માટે જૈવિક અને અજૈવિક તણાવ ની વિરુદ્ધ પ્રતિરોધક શક્તિ નિર્માણ કરવા માટે સિલિકોન @ 1 મિલી / લિટર છાંટો.ઉપરાંત, છોડને મજબૂત બનાવવા માટે ચીલેટેડ કેલ્શિયમ@10 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. પાક મુજબ જેમકે મરચાં, ટમેટા, રીંગણ, કોબી, ફુલાવર જેવા પાકના બીજ 8-10 દિવસમાં અંકુરીત થાય છે. પૂર્વ વાવણી માટે યોગ્ય છોડ પસંદ કરો. જેમ કે મરચાં 35 દિવસ, ટામેટા 25 દિવસ, કાકડી / તરબૂચ 18 દિવસ. કોઈપણ પાકની સારી વૃદ્ધિ, ઉત્પાદન અને મજબૂત બનાવવા માટે સારી ગુણવત્તાવાળા છોડની પસંદગી કરવી જરૂરી છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
164
0
સંબંધિત લેખ