કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખેડૂતોના હિતમાં ઈરડા દ્વારા અગત્યનો નિર્ણય
ઈરડાએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે તમામ કોલ સેન્ટર/ ટોલ ફ્રી નંબર્સના જવાબો હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ થાય . ખેડૂતોના ફાયદા માટે, વેબસાઇટ્સમાં સ્થાનિક ભાષામાં બધી પાક-સંબંધિત માહિતી હોવી જરૂરી છે.
ઇન્ડિયન ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું છે કે ખેડૂતો માટે સામાન્ય વીમા કંપનીઓએ હિન્દી અને અંગ્રેજી સિવાયની સ્થાનિક ભાષાઓમાં પાક વીમા દાવાની વિગતો પૂરી પાડવી આવશ્યક છે. પાક વીમા યોજનાઓનું અસરકારક અમલીકરણ જરૂરી છે . અને આ માટે ઈરડાને જરૂરી સૂચનો અને ફરિયાદો મળેલ છે. ઈરડા મુજબ, વીમા દાતાએ ખાતરી કરવી જોઈએ કે તમામ કોલ સેન્ટર/ ટૉલ-ફ્રી નંબર્સના જવાબો હિન્દી અને અંગ્રેજી ઉપરાંત રાજ્યની અન્ય સત્તાવાર ભાષાઓમાં ઉપલબ્ધ છે. ખેડૂતોના ફાયદા માટે વીમા કંપનીઓની વેબસાઇટ પર વીમાની વિગતો સ્થાનિક ભાષાઓમાં જાહેર થવી જોઈએ. આ ઉપરાંત, ખેડૂતોને દિશાનિર્દેશો, દાવાની સમાધાનની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવા માટે એક વ્યાપક જાગૃતતા કાર્યક્રમ પણ યોજવો જોઈએ. વીમા દાતાએ દરેક વ્યક્તિ માટે સંભવિત નુકશાન મૂલ્યાંકન અરજીઓની નોંધ કરવા માટે એક સારી પદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ, અને જો વ્યક્તિગત નુકસાન મૂલ્યાંકન અસ્વીકાર કરવામાં આવે, તો અસ્વીકાર પત્ર કારણો સહિત લખીને પૉલિસી ધારકને મોકલવો જોઈએ. સ્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, 26 માર્ચ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
174
0
સંબંધિત લેખ