ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળનું સંકલિત નિયંત્રણ (આઇપીએમ)
ઇંડામાંથી નીકળતી ઇયળો નાના છોડની ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે. જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો ફળમાં રહી અંદરનો ગર્ભ કોરી ખાય છે.
સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ):_x005F_x000D_  પાકની શરૂઆતની અવસ્થામાં ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડી નાશ કરવી. _x005F_x000D_  ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ૪૦ ફેરોમોન ટ્રેપ/હે સામૂહિક ધોરણે મૂકવા._x005F_x000D_  પરજીવી કિટકને ધ્યાને રાખી વનસ્પતિજ્ન્ય કીટનાશી દવાઓનો ઉપયોગ કરવો._x005F_x000D_  ગૌ-મૂત્ર ૨૦ ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ ૧૦% અર્ક મિશ્ર કરી છાંટવુ. _x005F_x000D_  વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા થાયામેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૩% + ક્વીનાલફોસ ૨૦% ઇસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૧% +ટ્રાઇઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો._x005F_x000D_  દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી._x005F_x000D_  પાક પૂરો થયા બાદ ઉપાડેલા છોડને તાત્કાલિક નાશ કરવો. _x005F_x000D_  જો સૂકા છોડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવો નહિ. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
702
2
સંબંધિત લેખ