AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Jan 20, 10:00 AM
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી અને લસણમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન
ડુંગળી અને લસણમાં વધુ ઉત્પાદન લેવા માટે નુકશાનકારક રોગ અને જીવાતોનું નિયંત્રણ જરૂરી છે. આર્થિક દૃષ્ટિ એ કેટલાક મુખ્ય હાનિકારક જીવાતો અને રોગો છે, જે પાકને અતિશય નુકસાન પહોંચાડે છે. મુખ્ય જીવાતો: થ્રિપ્સ: આ નાના અને પીળા રંગની જીવાતો હોય છે જે પાનનો રસ ચૂસે છે. જેના કારણે પાન બરડ દેખાવા લાગે છે. તેના પ્રકોપ ના કારણે પાનની ટોચ ભૂરા રંગ ની થઇ સુકાય જાય છે. વ્યવસ્થાપન: આ જીવાતના નિયંત્રણ માટે ફિપ્રોનીલ 5% એસસી @400 મિલી પ્રતિ એકર 200 લીટર પાણીમાં દ્રાવણ બનાવીને 15 દિવસના અંતરે છંટકાવ કરવો. મુંડા (ડોળ): વ્યવસ્થાપન: • ખેતરમાં કાચું છાણીયું ખાતર વાપરશો નહીં. • મુંડાના નિયંત્રણ માટે, ક્લોરોપાયરીફોસ 20% ઇસી 500 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને એક એકરમાં એ પ્રકારે છંટકાવ કરવો કે દવા 3-4 ઇંચ નીચે પહોંચી શકે. • કાર્બોફ્યુરાન 3% સીજી 13 કિલો પ્રતિ એકર મુજબ પૂંખીને પિયત આપો. મુખ્ય રોગો: જાંબલી ધબ્બા નો રોગ : આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતાં ડાઘા પડે છે અને આવા ડાઘાનો આજુબાજુનો ભાગ જાંબલી રાખોડી થઈ જાય છે. પુષ્પદંડ ડાઘો પાસેથી જમીન તરફ નમી પડે છે. વ્યવસ્થાપન: મેન્કોઝેબ 64% + મેટાલેક્સિલ 4% દ્રાવ્ય પાવડર 400 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો. સુકારો : વ્યવસ્થાપન: મેન્કોઝેબ 75% ડબલ્યુ પી 500 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણી મુજબ 10થી 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
608
4