ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનું સંકલિત નિયંત્રણ
ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળથી વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે. રહી જતા જંતુનાશક દવાઓને અવશેષોને ધ્યાને લઇ એકલી રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા તેના માટે યોગ્ય સંકલિત નિયંત્રણના પગલાં લેવા.
 શક્ય બને તો એક લાઇટ ટ્રેપ ખેતરમાં અવશ્ય મૂકવું.  ખેતરની ચારે બાજું હજારીગોટાનું વાવેતર પિંજર પાક તરીકે કરવું.  મોટી દેખાતી ઇયળો હાથથી વીણી લઇ નાશ કરવી.  સેંદ્રીય ટામેટાની ખેતીમાં હેક્ટરે ૪૦ ફિરોમોન ટ્રેપ્સ ગોઠવવા.  ઉપદ્રવની શરુઆતે બીવેરિયા બેઝીઆના પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છાંટો.  આ ઇયળનું એન.પી.વી. ૨૫૦ એલ.યુ. પ્રમાણે છંટકાવ કરવો.  બેસીલસ થુરીન્જીનેંસીસ, જીવાણૂ આધારિત પાવડર ૭૫૦ ગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે છાંટો.  દરેક વીણી વખતે નુકસાન પામેલ ફળ તારવી નાશ કરો.  ઉપદ્રવ વધતો જણાય તો ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
301
0
સંબંધિત લેખ