ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના ગાભમારાની ઇયળનું સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ)
• ગરમ અને ભેજવાળા વાતાવરણમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય છે. • ઈંડામાંથી નીકળતી નાની ઇયળો છોડમાં થડના ગાંઠ નજીકના ભાગ ઉપર કાણુ પાડી અંદર દાખલ થઇ ગર્ભ ખાવા લાગે છે. • સમય જતા વચ્ચેનો પીલો સુકાઇ જાય છે તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. • જ્યારે કંટી આવવાની પાછલી અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ થાય તો કંટી સફેદ નીકળે છે અને દાણા ભરાતા નથી અથવા ભરાય તો ઓછા ભરાય છે. જે ‘વ્હાઇટ ઇયર હેડ’ તરીકે ઓળખાય છે. • આવી નુકસાનવાળી (ડેડ હાર્ટ/ વ્હાઇટ ઇયર હેડ) કંટીને ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. ખેડૂતો તેને “સફેદ પીંછી”ના રોગથી પણ ઓળખે છે. • ડાંગરની રોગ પ્રતિકારકશકિત ધરાવતી જાતોની વાવણી માટે પસંદગી કરવી જોઇએ. • ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી. • ભલામણ કરેલ નાઈટ્રોજનયુક્ત ખાતરો ૩ થી ૪ હપ્તામાં આપવા. • યુરિયા કરતા એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. • ધરૂવાડીયામાં ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર અથવા કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર દવા ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગુંઠા) વિસ્તારમાં ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવી. • ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપીને રોપાણ કરવું. • આ ઇયળ ડાંગરના થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. • આ ઇયળના ફૂંદાને આકર્ષવા માટે મળતા ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા શક્ય હોય તો એકાદ લાઇટ ટ્રેપ અવશ્ય ગોઠવવું. • આ જીવાતનો ઉપદ્રવ કંટી નીકળે તે પહેલા ૧૦ ટકા અને કંટી નીકળ્યા બાદ ૫ ટકા નુકસાન દેખાય ત્યારે દવાકીય પગલાં લેવા. • ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી ૧૦ કિ.ગ્રા અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે બે વખત (પ્રથમ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને ફરી ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) ક્યારીમાં જમીનમાં આપવી. • કયારીમાં જે ઠેકાણે ગાભમારાની ઇયળનો ઉપદ્રવ જોવા મળે તેવા ભાગમાં જ દવાઓ આપવી. • આ સિવાય ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરી શકાય. • ડાંગરની કાપણી પછી ક્યારીમાંથી છોડના જડિયાનો સત્વરે નિકાલ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
23
7
સંબંધિત લેખ