ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેરમાં શીંગકોરી ખાનાર ઇયળોનું વ્યવસ્થાપન
તુવેર એક કઠોળ વર્ગનો પાક છે જે ભારતના મોટા ભાગના રાજ્યોમાં વવાય છે. કેટલીક જ્ગ્યાએ મકાઇ અને કપાસ જેવા પાક સાથે તુવેર એક આંતરપાક તરીકે પણ લેવાય છે. તુવેરનો પાક ફૂલ અવસ્થાએ હોય અને જીવાત નિયંત્રણમાં કાળજી ન રાખવામાં આવે તો અલગ અલગ પ્રકારની શીંગની ઇયળો નુકસાન કરતી હોય છે. શીંગ કોરી ખાનાર ઇયળો ઉપરાંત ક્યારેક મોલો, ઉધઇ, મિલિબગ , તડતડિયા, પાન કથીરી, શીંગના ચૂસિયાં વગેરે પણ નુકસાન કરતા જોવા મળે છે. શીંગ કોરી ખાનાર ઇયળોમાં શીંગની માખી, શીંગ કોરી ખાનાર લીલી ઇયળ, ભૂરા પતંગિયાની ઇયળ, પીછીયું ફૂદાની ઇયળ, ટપકાંવાળી ઇયળ વગેરે ફૂલ અવસ્થાએ અને ત્યાર બાદ શીંગ અવસ્થાએ વધારે પડતું નુકસાન કરે છે. મધ્યમ અને મોડી પાકતી જાતોમાં લીલી ઇયળ અને શીંગમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ગુચ્છાવાળી જાતોમાં ઇયળોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. લીલી ઇયળ પોપટા કે શીંગોમાં કાણું પાડી નુકસાન કરે છે. શીંગ માખીની નાની ઇયળ શીંગમાં ઉતરી દાણાને નુકસાન કરે છે. જ્યારે ટપકાંવાળી ઇયળ ફૂલ, કળી કે શીંગોના ગુચ્છા બનાવી અંદર રહીને ખાય છે. પીછીયાં ફૂદાની ઇયળ શરુઆતમાં શીંગની ઉપર રહી અને ત્યાર બાદ શીંગમાં ઉતરી વિકસતા દાણાને ખાય છે.
સંકલિત વ્યવસ્થાપન:_x000D_ • લીલી ઇયળ શેઢા-પાળા ઉપર ઉગેલ નિંદામણ ઉપર નભતી હોવાથી શેઢા-પાળા ચોખ્ખા રાખવા._x000D_ • ગુચ્છાવિહિન તુવેરની જાતો પસંદ કરવી, આવી જાતોમાં ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. _x000D_ • તુવેર સાથે જો મકાઇનો પાક આંતરપાક તરીકે લીધેલ હોય તો તેવા ખેતરમાં તુવેરમાં ઇયળોનો ઉપદ્રવ ઓછો રહે છે. _x000D_ • તુવેરની ફૂલ અવસ્થાએ શરુઆતમાં લીલી ઇયળના પાંચ ફેરોમોન ટ્રેપ મૂકવા. જો ટ્રેપમાં સારી એવી સંખ્યામાં ફૂંદા પકડાતા હોય ત્યારે બીજા વધારાના ફેરોમોન ટ્રેપ મુકવા. _x000D_ • જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં એક લાઇટ ટ્રેપ ગોઠવવું. _x000D_ • ઉપદ્રવની શરુઆત વખતે લીંબોળીના મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો._x000D_ • લીલી ઇયળનું એનપીવી 250 એલઇ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો._x000D_ • બેસીલસ થુરીન્જીન્સીસ નામનો જીવાણુંયુકત પાવડર 15 ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ • પરભક્ષી પક્ષીઓને આકર્ષવા માટેના નુખસા અપનાવવા._x000D_ • તુવેરના પાકમાં 50 ટકા ફૂલ બેસવાની અવસ્થાએ એસીફેટ 75 એસપી 15 ગ્રામ અથવા ઈમામેકટીન બેન્ઝોએટ 5 એસજી 3 ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ 15.8 ઈસી 4 મિ.લિ અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 20 ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લિ અથવા ફ્લુબેંન્ડીએમાઇડ 480 એસસી 2 મિ.લિ. અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુડીજી 5 ગ્રામ અથવા સ્પીનોસાડ 45 એસસી 2 મિ.લિ. અથવા પ્રોફેનોફોસ 50 ઇસી 10 મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન 1% + ટ્રાયઝોફોસ 35% ઇસી 10 મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% 10 મિ.લિ. અથવા પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રીન 4% 10 મિ.લિ. પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય. દરેક છંટકાવ વખતે દવા બદલવી._x000D_ • શાકભાજીની તુવેરમાં મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવો નહિ. _x000D_ _x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો. _x000D_
81
1
સંબંધિત લેખ