જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફળનો રસ ચુસનાર પતંગિયાનું સંકલિત વ્યવસ્થાપન
મોસંબી, નારંગી, દાડમ અને દ્રાક્ષના ફળનો રસ શોષી લેતા નુકશાનકારક પતંગિયા વ્યાપકપણે જોવા મળે છે. દર વર્ષે ઓગસ્ટથી નવેમ્બર સુધી આ પતંગિયા પુખ્ત તબક્કામાં જોવા મળે છે. વાવેતરના વિસ્તારમાં મૃગ બહાર દરમ્યાન ફળોને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળે છે.
સંકલિત જીવાત નિયંત્રણ: 1. બગીચાની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ. ખેતરના ઘાસ અને અન્ય વિશેષ નીંદણો જેવા કે વાસણવેલ, ચાંદવેલ વગેરે કે જે છોડ જીવાતના વિકાસમાં મદદ કરતા છોડ ને દૂર કરવા. 2. ફળની પરિપક્વતાના સમયગાળા દરમિયાન, સાંજે 6 થી 9 વાગ્યા દરમ્યાન લીમડાના પાનને સળગાવી ધુમાડો કરવો જોઈએ. 3. પાકી ગયેલા કેળા બગીચામાં બાંધીને આકર્ષવાનો નુસખો અજમાવવો જોઈએ. અગર પતંગિયા આકર્ષિત થાય તો નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ ઝેર બનાવવાના વિવિધ પ્રયોગો કરી શકાય છે. કેળાની જેમ અન્ય ફળમાં ડાયક્લોરવોસ જેવી કીટનાશક દવાનું ઇન્જેક્શન આપી પતંગિયાને નિયંત્રિત કરી શકાય છે. જો ફળ વીણવાની મોસમ ઓગસ્ટ થી ઓક્ટોમ્બર સુધીમાં આવે, તો ફળને પેપર અથવા પોલોથિન બેગનો ઉપયોગ કરીને ઢાંકી દેવા. આ રીતે મહત્વપૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે. 4. આ પતંગિયાનો પ્રકોપ સાંજે 7 થી 11 વાગ્યા સુધી અને સવારે 5 થી 6 વાગ્યા સુધી હોય તો બગીચામાં ફળ પર બેઠેલ પતંગિયા ભેગા કરીને કેરોસીન વાળા પાણીમાં નાખીને તેનો નાશ કરવો. પતંગિયાને અંકુશમાં રાખવા માટે બગીચાની આજુબાજુ સાંજે 7 વાગ્યા થી 10 વાગ્યા સુધી લાઇટ ટ્રેપનો ઉપયોગ કરી શકાય છે. હાલમાં, મોસંબી, નારંગી અને દાડમમાં આ પદ્ધતિ સૌથી સફળ છે. હવે તો સોલર લાઇટ ટ્રેપનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાવેતરના વિસ્તારમાં આનો ઉપયોગ કરીને જીવાતને કાબૂમાં રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે. 5. પ્રલોભન ઝેર બનાવવા માટે, 95 ટકા ગોળની રસી અથવા તલના બીજ અને 5 ટકા મેલાથિયાન 50 ઇસીનો ઉપયોગ કરો. આ પ્રલોભન ને એક સીએફએલ લેમ્પ ની નીચે આખી રાત મૂકવા જોઈએ. પ્રકોપ શરુ થતા પહેલા આ બગીચાની ચારેબાજુ લગાવવા જોઈએ. 6. ફળના બગીચામાં પતંગિયાનું નિયંત્રણ કરવા માટે બજારમાં કેટલાક ઉત્પાદનો ઉપલબ્ધ છે, જેમાં સિટ્રોનેલા તેલ, નીલગિરી તેલ, ફિશ તેલ જેવા ગંધક વાળા ઉત્પાદનો ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ મોસંબી, નારંગી, દાડમમાં વ્યાપકપણે થાય છે, પરંતુ નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ આ ઉત્પાદનોના ઉપયોગ કરતી વખતે સાથે રાસાયણિક દવા અને વિશેષ ગંધકનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. સંદર્ભ : શ્રી તુષાર ઉગલે, કૃષિ જંતુનાશક નિષ્ણાત જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
1
સંબંધિત લેખ