જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈના પાકમાં લશ્કરી ઈયર (સ્પોડોપ્ટેરા ફ્રુગિપરદા) નું એકીકૃત વ્યવસ્થાપન
લશ્કરી ઈયરએ યુનાઇટેડ સ્ટેટ્સમાં મકાઈના પાકને મોટા પ્રમાણમાં અસર કરી છે અને તેનો પ્રકોપ પાછલાં વર્ષે જૂનમાં દક્ષિણ ભારતમાં જોવા મળ્યો હતો. આ જીવાતને લીધે છેલ્લા વર્ષ દરમિયાન ખરીફ, રવી અને ઉનાળાની મોસમમાં ચા અને મકાઈના પાકને ભારે નુકસાન પહોચાડ્યું હતું. આગામી સીઝનમાં મહારાષ્ટ્ર સહિતના તમામ મકાઈ ઉત્પાદક રાજ્યોમાં પાકનું નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે. સામુહિક રીતે આ જીવાતનું એકીકૃત નિયંત્રણ કરવાનો યોગ્ય સમય છે.
સંકલિત વ્યવસ્થાપન: મકાઈ માટે પિંજર પાક તરીકે નેપીયર ઘાસ વાવવું જોઈએ. મકાઈના પાકની વાવણી પછી તરત જ પ્રતિ એકર ખેતરમાં 10 ટી જાળ પણ લગાવવી જોઈએ. મકાઈ પાકમાં પ્રારંભિક સ્થિતિએ ઈયર જોવા મળે તો તેના ઈંડા એકત્રિત કરી અને નાશ કરવા જોઈએ. જીવાતની હાજરી જાણવા માટે વાવણી કરતા પહેલા 5 ફેરોમોન અને ત્યાંરબાદ 15 ફેરોમોન ટ્રેપ લગાવવી જોઈએ. ઈયર નું નિયંત્રણ કરવા માટે 5 % લીમડાનો અર્ક અથવા 1500 પીપીએમ એઝડારેક્ટિન 50 મિલી પ્રતિ 10 લિટર પાણી મુજબ છંટકાવ કરવો..નોમુરિયા રિલે 50 ગ્રામ અથવા મેટારીઝિયમ એનિસોપ્લિ 50 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી દીઠ જૈવિક જંતુનાશક દવા સાથે છંટકાવ કરવો જોઈએ. બેસિલસ થુંરિગિનેસિસ (બીટી) નો છંટકાવ લશ્કરી ઈયરના નિયંત્રણ માટે પણ મદદરૂપ છે. જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે સાવચેત રહેવું અને સૂચિત પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. એમાંમેક્ટીન બેંઝોએટ 5% એસજી @ 4 જી અથવા થાયોમેથોક્ઝામ 12.6% + લેમ્બડા સાયલોથ્રિન 9.5 ઝેડ સી @ 5 મિલી અથવા સ્પીનોટોરમ 11.7 એસ સી @ 4 મિલી અથવા ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 18.5 સીસી @ 4 મિલી પ્રતિ 10 લિટર પાણી મુજબ છંટકાવ કરવો જોઈએ. સંદર્ભ : શ્રી તુષાર ઉગલે, કૃષિ જંતુનાશક નિષ્ણાત જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
198
0
સંબંધિત લેખ