કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ભારતીય કોફીની જાતોને મળ્યો GI પ્રમાણપત્ર પુરસ્કાર
આ GI પ્રમાણપત્ર કૉફી ઉત્પાદકોને વૈશ્વિક દ્રષ્ટિકોણ વધારવામાં અને તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મેળવવામાં અસરકારક સહાય કરશે. ભારતની પાંચ કોફી જાતોને જીઓગ્રાફિકલ ઈંડિકેશન(GI) થી સન્માનીત કરવામાં આવી છે, જેનો હેતુ તેમના વૈશ્વિક દ્રષ્ટિકોણને વધારવાનો છે અને ઉત્પાદકોને યોગ્ય મૂલ્ય પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવવાનો છે.
કુર્ગ અરેબિકા કોફી ખાસ કરીને કર્ણાટકના કોડાગુ જીલ્લામાં ઉગાડવામાં આવે છે, જ્યારે વાયનાડ રોબસ્ટા કૉફી પૂર્વ કેરળના વાયનદ જીલ્લામાં ઉગાડવામાં આવે છે, ઉપરાંત કર્ણાટકના ડેક્કન વિસ્તારમાં ચિકમગાલુર જિલ્લામાં ચિકમગાલુર અરેબિકા કૉફી ઉગાડવામાં આવે છે, આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં અને ઓડિશામાં અરાકુ વેલીમાં અરેબિકા કૉફીનું ઉત્પાદન થાય છે, અને ચિકમગાલુર જીલ્લાના મધ્ય ભાગમાંથી બાબા બાબુદાંગીસ અરેબિકા કોફી ઉગાડવામાં આવે છે. ઔદ્યોગિક પ્રવર્તન અને આંતરિક વેપાર વિભાગ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારતની એક વિશિષ્ટ કોફીની જાત, મોનસૂનમલાબાર રોબસ્ટા કોફીને અગાઉ GI પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ભારત જ એ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોફીની ખેતીમાં છાંયડામાં હાથ દ્વારા ચૂંટીને અને કુદરતી સન-ડ્રાય દ્વારા કરવામાં આવે છે. ભારતમાં કોફી 3.66 લાખ ખેડૂતો દ્વારા આશરે 4.54 લાખ હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. અન્ય એક નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે કોફી માટે બ્લોકચેન સ્થિત ઑનલાઇન માર્કેટપ્લેસ લોન્ચ કર્યું હતું. આ પહેલ ખેડૂતોને બજારો સાથે પારદર્શક રીતે જોડાય કરવામાં મદદ કરશે અને કોફી ઉત્પાદકોને વાજબી ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરશે. ભારતીય કોફી બોર્ડ, બ્લોકચેન સ્થિત માર્કેટપ્લસ એપ્લિકેશન વિકસાવવા માટે બેંગલુરુ સ્થિત ડિજિટલ કોમોડિટી મેનેજમેન્ટ પ્લેટફોર્મ એક્કા સૉફ્ટવેર સોલ્યુશન્સ (એક્કા પ્લસ) સાથે મળીને કામ કરશે. સ્રોત: કૃષિ જાગરણ, 30 માર્ચ 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
20
0
સંબંધિત લેખ