જૈવિક ખેતીDainik Jagrati
લીલા પડવાસ ઉગાડીને જમીનની ઉપજાવ શક્તિ વધારો
જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે લીલા પડવાસ એક સસ્તો અને સારો વિકલ્પ છે. યોગ્ય સમયે ફળીદાર છોડ ને ઉભા પાકને ટ્રેક્ટરની મદદથી પ્લાઉ કે રોટાવેટર દ્વારા જમીનમાં દબાવી દેવામાં આવે છે._x000D_ લીલા પડવાસ બનાવવાની પ્રક્રિયા_x000D_ 1. એપ્રિલ-મે માં પાકની લણણી પછી જમીન ને પિયત આપો._x000D_ 2. ૫૦ કિલો પ્રતિ હેક્ટરના દરે શણ ના બીજ ને પુખો.,જરૂરિયાત પડે તો શણ ના પાકને 10 થી 15 દિવસમાં થોડું પિયત આપો._x000D_ 3. શણ પાક ને 55 થી 60 દિવસના તબક્કામાં પ્લાઉ મારીને લીલા પડવાસને જમીનમાં મેળવી દેવામાં આવે છે._x000D_ 4. આ રીતે લગભગ 10 થી 15 ટન પ્રતિ હેક્ટરના દરે ખાતર ઉપલબ્ધ થાય છે, જેનથી લગભગ 60 થી 80 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે પ્રાપ્ત થાય છે._x000D_ 5. જમીનમાં શણના છોડ સડવાથી બેક્ટેરિયા દ્વારા નિશ્ચિત બધા નાઇટ્રોજન કાર્બનિક સાથે લાંબા સમય સુધી કાર્બનિક સ્વરૂપમાં જમીનમાં પાછા મળે છે._x000D_ _x000D_ લીલા પડવાસ ના ગુણ_x000D_ 1. વાવેતરનો ખર્ચ ન્યૂનતમ હોવી જોઈએ._x000D_ 2. જેને ઓછા પાણી અથવા ઓછી પિયતની જરૂર હોય._x000D_ 3. જેમને ઓછામાં ઓછા છોડની સંરક્ષણની જરૂર હોય._x000D_ 4. ટૂંકા સમયમાં વધુ માત્રામાં લીલા પડવાસ ઉપલબ્ધ કરી શકે._x000D_ 5. જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ઉગવાની ક્ષમતા ધરાવે._x000D_ 6. જે શરૂઆતના નીંદણને દબાવી ને ઝડપી વધે._x000D_ લીલા પાડવાસના ફાયદા_x000D_ 1. આ ખાતરને જમીનમાં ઉમેરવાથી જમીનની પ્રાથમિક સ્થિતિ સુધારે._x000D_ 2. આ ખાતર સૂક્ષ્મ તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે છે._x000D_ 3. આ ખાતર સુક્ષ્મસજીવોની પ્રવૃત્તિમાં વધારો કરે છે._x000D_ 4. આ ખાતર સાથે જમીનની રચનામાં સુધારણાને કારણે પાકના મૂળનો ફેલાવો સારો થાય છે._x000D_ 5. લીલા પડવાસ માટે ઉપયોગ કરાયેલ ફળીદાર છોડ વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવી તેને મૂળ ગાંઠમાં જમા કરે છે, જેનાથી જમીનની નાઇટ્રોજન શક્તિમાં વધારો થાય છે._x000D_ 6. લીલા પડવાસ ના છોડ જમીનમાં સડવાથી જમીનનો ભેજ અને પાણી ધરાણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે._x000D_ 7. લીલા પડવાસ બનાવવા માટે યોગ્ય પાક શણ, ઇક્કડ, અડદ,મગ કેટલાક મુખ્ય પાક છે, જેનો ઉપયોગ લીલા પડવાસ બનાવવા માટે થાય છે. _x000D_ સંદર્ભ : દૈનિક જાગ્રતિ 9 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
699
0
સંબંધિત લેખ