AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Jan 19, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
કૃષિ રોકાણમાં વૃદ્ધિ કરો- ઉપપ્રમુખ, શ્રી વેંકૈયા નાયડુ:
મુંબઈ: કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (C.I.I) ના 25 મી વાર્ષિક ભાગીદારી સમિટના પ્રારંભમાં ઉપપ્રમુખ શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે કૃષિ હજુ પણ ભારતીય અર્થતંત્રનો પાયો છે. દેશની લગભગ 60 ટકા વસ્તી કૃષિ પર નભે છે. માટે જ દેશમાં રોકાણ અને ઉદ્યોગોનું ધ્યાન મુખ્યત્વે ખેતી પર કેન્દ્રિત હોવું જોઈએ. આ ઉપરાંત, ટકાઉ કૃષિ અને રોજગારને સુનિશ્ચિત કરવા માટે સહાયરૂપ પગલાં લેવા જોઈએ.
નાયડુએ કહ્યું કે કૃષિને નફાકારક અને ટકાઉ બનાવવાની જરૂરી છે. તેમજ મરઘા ઉછેર કેન્દ્ર, બાગાયત અને મત્સ્યઉદ્યોગ જેવા વધારાની આજીવિકા પૂરી પાડનારા વ્યવસાયો માટે પણ પ્રોત્સાહન મળવું જોઈએ. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગો સાથે કૃષિને પણ પ્રોત્સાહન આપવું જ જોઇએ. વધુમાં, દેશમાં ખોરાકના સલામત ઉત્પાદનમાં વધારો કરવાના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. દેશનું અર્થતંત્ર 3 ટ્રિલિયન ડોલર જેટલું થઇ ગયું છે અને આગામી કેટલાક વર્ષોમાં, ભારતીય અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. વિશ્વ બેન્કના અંદાજ પ્રમાણે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. સંદર્ભ - કૃષિ જાગરણ, 14 જાન્યુઆરી, 2019
60
0