મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાત માટે આગામી 5 દિવસ કપરા, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં લો-પ્રેશર અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતાં આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી જારી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પાંચમાં દિવસે એટલે કે, 20મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનો ફરી એકવાર તબક્કો શરૂ થઈ શકે છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે પ્રથમ દિવસે એટલે કે, 16મી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરતમાં ભારે વરસાદ પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે અતિવૃષ્ટિનો ખતરો તોળાઈ રહ્યો છે. સતત વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતો પણ હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 15 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0
સંબંધિત લેખ