AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Oct 19, 06:00 PM
મોનસુન સમાચારabpasmita.in
જૂનાગઢ, અમરેલીના વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
જૂનાગઢઃ રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ જતાં જતાં મેઘરાજા ધરતીપુત્રોની મુસીબત વધારી રહ્યા છે. આસો મહિનો અડધો પૂરો થઈ જવા આવ્યો હોવા છતાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન આજે સાંજે જૂનાગઢના કેશોદ અને અમરેલીના ખાંભા ગીરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કેશોદમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક ધોધમાર ઝાપટું પડી જતાં રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અતિ વરસાદ પડવાથી મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. દિવાળીના તહેવારો પર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગુજરાતમાં આ વખતે મોસમનો 141.95 ટકા વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષનું ચોમાસુ છેલ્લા 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં ડબલ સીઝન અનુભવાશે. હાલ પણ વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સંદર્ભ : એબીપી અસ્મિતા, 13 ઓક્ટોબર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
10
0