કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
જુલાઇમાં ખાદ્ય અને અખાદ્ય તેલોની આયાત 26 ટકા વધી
ખાદ્ય અને અખાદ્ય તેલોની આયાત જુલાઇમાં 26 ટકા વધી 14,12,001 ટન થઈ જેની અસર ઘરેલુ બજારોમાં તેલીબિયાંની કિંમતો પર પણ છે. ઉત્પાદક બજારોમાં રાયડા ના ભાવ 3,775 થી 3,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે કેન્દ્ર સરકારના રાયડા ના ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) 4,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એસઇએ) ના અનુસાર જુલાઈમાં ખાદ્ય અને અખાદ્ય તેલની આયાત વધીને 14,12,001 ટન થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં 11,19,538 ટન હતી. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મહિના પહેલા મલેશિયાથી આયાત કરાયેલી ક્રૂડ પામ તેલ અને આરબીડી પામોલિન તેલની આયાત ડ્યુટીમાં તફાવત ઘટાડવાને કારણે રિફાઇન્ડ તેલની આયાતમાં ભારે વધારો થયો છે. જેની અસર ઘરેલુ બજારોમાં તેલીબિયાંની કિંમતો પર પડી છે સાથે જ ઘરેલું ઉદ્યોગ પર અસર કરી રહી છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 14 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
42
0
સંબંધિત લેખ