પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુઓમાં થતો મસાનો રોગ
• પશુઓમાં પણ મનુષ્યની જેમ વિવિધ પ્રકારના ચામડીના રોગો થતા હોય છે. આ રોગ પૈકીનો મુખ્ય રોગ મસાનો રોગ છે. મસા ”પેપીલોમા” નામના વિષાણું (વાઈરસ)થી થતા હોય છે._x000D_ • આ વાઈરસ મહિનાઓ સુધી પશુના શરીરની ચેપગ્રસ્ત કોશિકાઓમાં અને આસપાસનાં પર્યાવરણમાં ટકી રહે છે._x000D_ • આ વાઈરસનો ફેલાવો ચામડી પર ઘા પડવાથી, વાગવાથી કે ચેપગ્રસ્ત પશુના શરીરના સંપર્કમાં આવવાથી થાય છે. ઉપરાંત રોગ પશુને બાંધવા માટે વપરાતા દોરડા અને સાધનોથી પણ ફેલાઈ શકે છે._x000D_ • આ રોગ મુખ્યત્વે ગાયોમાં જોવા મળે છે, ક્યારેક આ રોગ ઘેટાં, બકરામાં પણ જોવા મળે છે._x000D_ • આ રોગ મોટેભાગે દૂધાળા પશુઓમાં બાવલાની ઉપર કે આંચળની ઉપર જોવા મળે છે, જો રોગની માત્રા વધુ હોય તો, આ મસાઓ પશુનાં મસ્તક, ગરદન, પૂંછડી પર તેમજ ક્યારેક આખા શરીર પર પણ જોવા મળે છે._x000D_ • આ રોગમા મસાનુ કદ નાનકડા એવા ફોલ્લાથી લઈને મોટા કદના કોબીજનાં દડા સુધી પણ જોવા મળી શકે._x000D_ • આ મસા આંચળ પર થાય ત્યારે દૂધ દોહનમા પણ તકલીફ પડતી હોય છે, ક્યારેક પશુના યોનિમાર્ગની આસપાસ થતા મસા પશુને ફેળવવામાં પણ સમસ્યા ઊભી કરે છે._x000D_ • આ રોગ થવાથી પશુની સુંદરતામાં ઘટાડો થાય છે અને પશુની કિંમતમાં પણ અવમૂલ્યન થાય છે. આ રોગ ચેપી હોવાથી મનુષ્યમાં પણ ફેલાય શકે છે, માટે આ બાબતમાં સાવચેતી રાખવી અગત્યની છે._x000D_
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ_x000D_ આ પશુપાલન લેખને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો સાથે શેર કરો._x000D_
273
0
સંબંધિત લેખ