પશુપાલનકૃષિ જાગરણ
પશુઓમા દૂધ અને દૂધમાં ફેટ ટકા કેવી રીતે વધારશો…
આપણા પશુપાલક મિત્રોના વળતરનો મુખ્ય આધાર દૂધ ઉત્પાદન અને ફેટના ટકા ઉપર હોય છે. પશુઓમા દૂધ ઉત્પાદન અને ફેટના ટકા ગાય-ભેસના જનીનીક બંધારણ પર આધારિત હોય છે. આપણે આ જનીનીક બંધારણ ક્ષમતાથી પર જઇને વધારે દૂધ કે ફેટ ટકા મેળવી ના શકીએ. પરંતુ આપણા પશુપાલકો આપણા પશુઓ પાસેથી તેમની ક્ષમતા અનુસારનુ દૂધ ઉત્પાદન પણ મેળવી શકતા નથી. આ માટેનુ મુખ્ય પ્રાથમિક કારણ કુપોષણ છે અને આ ઉપરાંત અન્ય બાબતો પણ જવાબદાર હોય છે.
મુખ્ય પોષણકીય બાબતો:-_x000D_ • પશુને આહારમાં ફકત એક પ્રકારનુ લીલુ ઘાસ ના આપવુ જોઈએ._x000D_ • વિવિધ પ્રકારના લીલા ઘાસચારાની સાથે કઠોળ વર્ગના ચારાને મિક્સ કરીને પશુને આહારમાં આપવો જોઈએ._x000D_ • લીલો ઘાસચારો ચાફીન્ગ કરીને જ પશુને આપવો, આથી પશુ સરળતાથી ખાય શકે છે અને ઘાસચારાનો ખોટો બગાડ પણ અટકે_x000D_ • સૂકો ઘાસચારો સાંજના સમયમાં દૂધ દોહન બાદ આપવો સલાહભર્યુ છે. _x000D_ • વધારે પ્રમાણમાં દૂધ આપતા પશુઓને થોડી વધારે માત્રામાં ખાણદાણ આપવુ જોઈએ._x000D_ • પશુને પૂરતી માત્રામા સ્વચ્છ અને તાજુ પાણી મળી રહેવુ જોઈએ._x000D_ • પાણીની ટાંકીને ચુનાથી ઘોળીને રાખવાથી પશુ મા કેલ્શિયમની ખામી સર્જાતી નથી અને પશુને બીજી અનેક સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે. _x000D_ • પશુઓને ખોરાકની સાથે સાથે મીનરલ મિક્સર (ખનીજ ક્ષાર) પુરતા પ્રમાણમાં આપવા _x000D_ • દરરોજ આહારમાં 50 ગ્રામ મીનરલ મિક્સર આપવુ જ જોઈએ. આ ઉપરાંત 30 ગ્રામ મીઠું આહાર સાથે આપવાની ભલામણ છે. _x000D_ • આહાર આપવાનો સમય, દૂધ દોહનનો સમય નક્કી કરેલો હોય તે જળવાવો જોઈએ. _x000D_ • પશુ રહેઠાણની સ્વચ્છતાનો આગ્રહ રાખવો._x000D_ • પશુને કોઇ જ પ્રકારનો તાણ લાગવો જોઈએ નહિ નહિતર દૂધ ઉત્પાદન અને ફેટના ટકા પર અસર પડશે._x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો.
333
0
સંબંધિત લેખ