પશુપાલનપશુ સંદેશ
પ્રાણીઓમાં રસીકરણનું મહત્વ (ભાગ -2)
જેમ આપણે ભાગ -1 માં જોયું, રસીકરણ પ્રાણીઓને કેવી રીતે તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. આ ભાગમાં આપણે જોઈશું કે ક્યાં રોગ માટે ક્યારે રસીકરણ કરાવવું જોઈએ. ખરવાનો રોગ: આ રોગમાં ઓઇલ એડજ્યૂવન્ટ રસી આપવામાં આવે છે. પ્રાણીઓમાં પ્રથમ રસી એક મહિને અને બીજી રસી 6 મહિનાની ઉંમરે આપવામાં આવે છે અને પછી દર વર્ષે રસીકરણ કરવું જોઈએ. રસીની માત્રા 2 મિલિ પ્રતિ પશુ ની ચામડીની નીચે માર્ચ-એપ્રિલ અથવા સપ્ટેમ્બર-ઑક્ટોબરના મહિનામાં લગાવવી જોઈએ. ગળસૂંઢો: વરસાદી માહોલમાં પશુમાં જોવા મળતો આ મુખ્ય રોગ છે, જે જીવાણુના લીધે થતી બીમારી છે, આ રોગથી બચવા માટે વરસાદની શરૂઆત પહેલાં રસી આપવી જોઈએ. આ રોગમાં હીમોરેજિક સેપ્ટિસેમિયા રસી આપવામાં આવે છે. પ્રાણીઓને સૌપ્રથમ રસી 6 મહિનાની ઉંમરે ત્યાર પછી દર વર્ષે આપવી જોઈએ રસીની માત્રા 2 મિલી પ્રતિ પશુ ચામડીની નીચે ચોમાસાના આગમન પહેલાં આપવી જોઈએ. તણછ: ગાય અને ભેંશ પશુઓને પ્રથમ રસી 6 મહિનાની ઉંમરે અને પછી દર વર્ષે આપવામાં આવે છે રસીની માત્રા 5 મીલી પ્રતિ પશુ ચામડીની નીચે આપવી જોઇએ. (ચોમાસાના આગમન પહેલાં) બ્રુસેલોસીસ (ચેપી ગર્ભપાત): ગર્ભધારણ કરેલા જાનવરોમાં ગર્ભાવસ્થાના અંતિમ તબ્બકામાં ગર્ભપાત થઇ જવાની શક્યતા વધુ હોય રોગ થતો છે. અટકાવવા માટે ૪ થી ૯ મહિનાની વાછરડી કે પાડીઓને બ્રુસેલ્લોસીસ રોગ થતો અટકાવવા માટેની રસી મૂકાવી દેવી જોઈએ. આ રસી જીવનમાં એક જ વખત મૂકાવવી પડે છે.ગાભણ પશુ ઓને આ રસી આપવી જોઈએ નહિ. થાઇલેસીયાસીસ: ગાય અને ભેંસ પશુઓમાં પ્રથમ રસી ત્રણ મહિનાની ઉંમરે અથવા તેનાથી વધારે ની ઉંમરે કરવામાં આવે છે ફરીથી રસીકરણમાં 3 મિલી ત્વચાની નીચે આપવી જોઇએ. તેની પ્રતિરોધક શક્તિ 3 મહિના સુધી રહે છે. નોંધ: પશુ નિષ્ણાતના દેખરેખ હેઠળ રસીકરણ કરાવવું. સ્રોત: પશુ સંદેશ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
426
0
સંબંધિત લેખ