કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
IMD ના અહેવાલ મુજબ પૂર્વ-ચોમાસાના વરસાદમાં 27% જેટલો ઘટાડો
નવી દિલ્હી: ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ (IMD) ના એક અહેવાલ અનુસાર, ભારતમાં માર્ચથી એપ્રિલ સુધીમાં પૂર્વ ચોમાસાના વરસાદમાં27% ની અછત હોવાનું નોંધાયું છે, આ વરસાદ ભારતના કેટલાક ભાગોમાં કૃષિ માટે મહત્વનો ગણવામાં આવે છે. 1 માર્ચથી 24 એપ્રિલ સુધીમાં, દેશમાં સામાન્ય રીતે 59.6 મીલીમીટર વરસાદ નોંધાય છે તેની સરખામણીમાં આ વર્ષે માત્ર 43.3 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ લાંબા સમયની સરેરાશ (LPA) મુજબ 27% ઓછો છે. ભારતના IMD ના ઉત્તરપશ્ચિમ વિભાગે કહ્યું છે કે અહી 38% જેટલો ઓછો વરસાદ થયો છે, આ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ભારતના દક્ષિણ દ્વીપકલ્પ વિભાગ મુજબ દક્ષિણ ભારતના પાંચ રાજ્યો અનેપોંડીચેરી, ગોવા અને તટવર્તી મહારાષ્ટ્રના પ્રદેશોમાં 31% જેટલો ઘટાડો થયો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ક્ષેત્રમાં 23% જેટલો ઓછો વરસાદ થયો છે. સેન્ટ્રલ ઇન્ડિયા ડિવિઝન એકમાત્ર એવું ક્ષેત્ર છે જેમાં સામાન્ય કરતા પાંચ ટકા વધારે વરસાદ નોંધાયો છે.
ભારતના કેટલાક ભાગોમાં પૂર્વ-ચોમાસાનો વરસાદ પડે છે જે આવા પ્રદેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે આ વરસાદ માર્ચ અને મે મહિનાની આસપાસ પડે છે અને તે મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેનાથી આ વિસ્તારોમાં તાપમાન ઘટે છે. જો કે કેન્દ્રિય ભારતમાં શેરડી અને કપાસ જેવા પાક, સિંચાઇ ઉપર નિર્ભર હોય છે, પરંતુ તેમ છતાં પણ, પૂર્વ-ચોમાસાનો વરસાદ આ પાકો માટે જરૂરી હોય છે. સ્ત્રોત - આઉટલુક એગ્રીકલ્ચર, 29 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
21
0
સંબંધિત લેખ