મોનસુન સમાચારabpasmita.in
અતિભારે વરસાદને લઈને IMDએ શું કરી મોટી આગાહી?
ભારતીય હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ બૂલેટિન જારી કર્યું છે. જેમાં આવનારા 4 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર તૈયાર થયું છે જેથી આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે. કેરળમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.15 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ઉત્તરાખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત રીઝનમાં વરસાદની સંભાવના છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 14 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
18
0
સંબંધિત લેખ