આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દાડમમાં આ પ્રકારનું નુકસાન શાનુ હોઇ શકે?
આ નુકસાન કોઇ જીવાત કે ઇયળથી થયેલ નથી. ખિસકોલી કે પક્ષીઓ દ્વારા નુકસાન થયેલ છે. તેમાં ફૂગ-જીવાણૂ-કીડીઓ દાખલ થવાથી સડો લાગે છે. આના માટે કોઇ રાસાયણિક દવાનો છંટકાવ કરવો નહીં. શક્ય હોય તો ફળ નાના હોય ત્યારે કાગળની કોથળી પહેરાવવી, વાડી ઉપર બર્ડ નેટ (જાળી) લગાવવી, પરાવર્તિત રીબનનો ઉપયોગ કરવો કે પછી જીવોને ભગાડવા માટે અવાજ ઉત્પન્ન કરતા સાધનો લગાવવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0
સંબંધિત લેખ