પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પશુઓ માટે આદર્શ રહેઠાણ
• સામાન્ય રીતે પશુઓનું રહેઠાણનું સ્થળ માનવ આવાસથી થોડું દુર હોય તે આદર્શ બાબત છે. • રહેઠાણના બાંધકામની જમીન આસપાસના વિસ્તાર કરતા થોડી ‌‍ઉચાણવાળી અને સમથળ હોય, તો વરસાદના પાણી તેમજ પશુઓના મળમૂત્રના નિકાલનો સવાલ જ આપમેળે સોલ્વ થઈ જાય છે. • પશુ આવાસ સ્વચ્છ રાખવા માટે પાકું ભોયતળીયું હોવું જોઈએ, તેથી પાણીથી ધોઇને વ્યવસ્થિત સાફ-સફાઈ કરી શકાય. • પશુઓને પીવા માટે પોતાના રહેઠાણમાં જ ૨૪ કલાક સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી ઈચ્છનીય છે.
• ખાસ કરીને, પશુ આવાસનું બાંધકામ એવા પ્રકારનું હોવું જોઈએ કે, જેથી તેમાં સીધો સુર્યપ્રકાશ ભોયતળિયા, ગમાણ સુધી પહોચી શકે. સુર્યપ્રકાશની હાજરીથી પશુનું આવાસ જંતુમુક્ત રહે છે._x000D_ • પશુ રહેઠાણમાં હવા ઉજાસ પુરતો જાળવવામાં આવે, તે પણ આવાસને જંતુમુક્ત રાખવા માટે ઇચ્છનીય છે._x000D_ • પશુઓને ભારે ઠંડા અને ગરમ પવનથી પણ બચાવે તેવું રહેઠાણ જરૂરી છે, તે માટે પશુ આવાસની મુખ્ય ધરી ઉતર-દક્ષીણ દિશામાં રાખવી જોઈએ. _x000D_ • પશુ ઉત્પાદનનો સમયસર નિકાલ થાય તેમજ જરુરી સાધન સહાય ફાર્મ પર લાવવા, લઇ જવા માટે પશુ રહેઠાણની જગ્યા મુખ્ય રસ્તાની નજીકમાં હોય, તેવી પસંદ કરવી જોઈએ._x000D_ • પશુ આવાસમાં વીજળીની સગવડ પુરતી અને નિયમિત હોવી જોઈએ._x000D_ • પશુ આવાસના વિસ્તારમાં પૂર્વ, પશ્ચિમ દિશા તરફ ઘટાદાર વૃક્ષો ઉગાડવાથી પશુને શિયાળામાં ઠંડા પવનથી તેમજ ઉનાળામાં ગરમીથી રાહત મળે છે._x000D_ • ખાસ કરીને બાંધકામ શરૂ કરાવતા પહેલા બાંધકામ વિસ્તાર તેમજ આજુબાજુમાં ઉધઈનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. _x000D_ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
351
0
સંબંધિત લેખ