કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
‘હની મિશન’ થી 10 હજાર લોકોને રોજગારી મળી
નવી દિલ્હી: ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સમિતિ (કેવીઆઇસી) દ્વારા ‘હની મિશન’ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોને મધમાખી ઉછેરના એક લાખ કરતા વધુ બોક્સ પૂરા પાડવામાં આવ્યા છે. કેવીઆઇસીના પ્રમુખ વિજયકુમાર સક્સેના એ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત, મધમાખી ઉછેરના 1,01,000 બોક્સો વિતરિત કરવામાં આવ્યા. 10 હજાર કરતા વધુ રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત, આશરે 4 કરોડ રૂપિયાની કિંમતનું 246 ટન મધ કાઢવામાં આવશે.
કેવીઆઇસી દ્વારા મધમાખી પાલકોને મધપૂડાઓની દેખરેખ, તેમનામાં થતા રોગોની ઓળખ અને વ્યવસ્થાપન, મધ પાડવાની, મીણનું શુધ્ધીકરણ અને જુદી-જુદી ઋતુમાં મધપૂડાનું વ્યવસ્થાપન કરવા માટેની તાલિમ આપવામાં આવે છે. કેવીઆઇસી મધના પ્રોસેસિંગ, પેકેજિંગ અને લેબલિંગ એકમોની સ્થાપના કરવા માટેની લોન પૂરી પાડશે. ખાદી ગ્રામિણ ઉદ્યોગ વિભાગે હની મિશનની યોજના શરુ કરી છે. આ યોજના અંતર્ગત, મધમાખી ઉછેર ઉદ્યોગોની સ્થાપના કરવા માટે સબસીડી આપવામાં આવશે. 10-બોક્સવાળા એકમની શરુઆત કરવા માટે, 80 ટકા સબસિડી આપવામાં આવશે અને બાકીની 20 ટકા રકમ ખેડૂતોએ રોકવાની રહેશે. સ્ત્રોત – ધી ઇકોનોમિક ટાઇમ્સ, મે 07, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
35
0
સંબંધિત લેખ