કૃષિ વાર્તાકૃષિ જાગરણ
જાણો! અસલી અને નકલી ખાતર વચ્ચેનો તફાવત
વર્તમાન સમયમાં બજારમાં અસલી અને નકલી ખાતરો વેચાય છે. જો ખેતરોમાં બનાવટી ખાતર છાંટવામાં આવે તો તે બિનઅસરકારક રહે છે અને ખેડૂતોના પૈસા વેડફાઇ જાય છે. આજે અમે તમને અસલી અને બનાવટી કે નકલી ખાતરોને ઓળખવા માટે કેટલાક પગલાઓ જણાવીએ છીએ અને તેના વિશે જાગૃત કરવા જઈ રહ્યાં છીએ. ડીએપી (DAP)
આ કઠણ, દાણાદાર, ભૂરા અને કાળા રંગના હોય છે અને તેને નખ દ્વારા સરળતાથી તોડી શકાતા નથી. જો ડીએપી દાણા ને ચુના સાથે ઘસવામાં આવે, તો તેમાથી તીવ્ર ગંધ આવે છે જે અસહ્ય હોય છે. જો તેને ધીમે ધીમે ગરમ પ્લેટ પર ગરમ કરવામાં આવે છે, તો તે ફુલે છે. યુરીયા અસલી યુરિયાના દાણા સફેદ, ચળકતા અને કદમાં એકરૂપ હોય છે અને તે આકારમાં ગોળાકાર હોય છે. જ્યારે તેના દ્રાવણને સ્પર્શ કરવામાં આવે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે તે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય હોય છે અને તે સ્પર્શમાં ઠંડુ લાગે છે. તેને ગરમ પ્લેટ પર રાખવામાં આવે તો તે પીગળે છે. સ્ત્રોત - કૃષિ જાગરણ, 10 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
146
0
સંબંધિત લેખ