મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
આગામી ત્રણ દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
આગામી 20,21 અને 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી ઉપરાંત સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્રણ દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. નવસારીમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બનાસકાંઠાના ડીસા, કાંકરેજમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. તો આણંદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 19 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
17
0
સંબંધિત લેખ