મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ શરૂ, અરવલ્લી-સાબરકાંઠા પાણી-પાણી
હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ભિલોડામાં 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ વરસાદ,ધનસુરામા એક ઈંચ વરસાદ,મોડાસામાં અડધો ઈંચ વરસાદ નોધાયો. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ મકાઈ, બાજરી, તુવેર અને ડાંગર સહિતના પાકોને થશે ફાયદો. સંદર્ભ : સંદેશ 26 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
22
0
સંબંધિત લેખ