કૃષિ વાર્તાએગ્રોવન
વધારે વરસાદને કારણે દેશમાં 64 લાખ હેક્ટરમાં પાકનું નુકસાન: કૃષિ મંત્રી
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું કે, આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ અને સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ ને કારણે દેશમાં 64 લાખ હેક્ટર પાક બરબાદ થયો ગયો હતો.
ચોમાસા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સપ્ટેમ્બરમાં ખરીફ પાકને અસર થઈ હતી. અનાજ જેમ કે તેલીબિયાં, કપાસ, શેરડી જેવા પાકને વધુ અસર થઈ છે. ઘણાં રાજ્યોમાં આ પાકનું નુકસાન નોંધાયું છે._x000D_ કૃષિ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, રેકોર્ડ થયેલ નુકસાનમાં રાજસ્થાનમાં 27.4 લાખ, કર્ણાટક 9 લાખ 35 હજાર, ઉત્તર પ્રદેશ 8 લાખ 88 હજાર, મધ્યપ્રદેશ 6 લાખ 4 હજાર, મહારાષ્ટ્ર 4 લાખ 17 હજાર, આસામ 2 લાખ 14 હજાર, બિહારમાં 2 લાખ 61 હજાર, પંજાબમાં 1 લાખ 51 હજાર, ઓડિશામાં 1 લાખ 41 હજાર અને કેરળમાં 31 હજાર હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે._x000D_ સંદર્ભ: એગ્રોવન, 24 નવેમ્બર 2019_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
110
0
સંબંધિત લેખ