મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
આગામી 5 દિવસ નહીં 2 અઠવાડિયા સુધી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. સંદર્ભ : સંદેશ 31 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
38
0
સંબંધિત લેખ