મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં વરસાદને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર
ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દાહોદ, મહિસાગર, અરવલ્લી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, મોરબી તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તા. ૫મીએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ 4 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
22
0
સંબંધિત લેખ