મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
અરબ સાગરમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, જાણો વરસાદની આગાહી
તા.૩ અને ૪ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા જણાવાયુ છે કે, અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના પગલે વરસાદી માહોલ રચાયા બાદ ૩જી જુલાઈથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ૩ અને ૪ જૂલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાવર વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે, જ્યારે અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. સંદર્ભ : સંદેશ 01 જુલાઈ, 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
36
0
સંબંધિત લેખ