AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Jun 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
આ તારીખથી ગુજરાતમાં વરસાદનું થશે વિધિવત આગમન
છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યમાં વાદળછાયા હતા પરંતુ જોઇએ તેટલો વરસાદ પડ્યો ન હતો. કારણ કે, વાયુ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન વિભાગ સાથે સૌને ચિંતા હતી કે, આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ પાછો જઇ શકે છે. વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. જેને કારણે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂનનાં રોજ થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે. સંદર્ભ: સંદેશ 19 જૂન, 2019
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો
25
0