મોનસુન સમાચારabpasmita.in
આગામી પાંચ દિવસ અહીં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સારો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છવાયેલું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં 26મીએ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. 24 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. સંદર્ભ: એબીપી અસ્મિતા 24 જુલાઈ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
42
0
સંબંધિત લેખ