મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ભાદરવામાં મેઘમહેર: ગુજરાતમાં આગામી 48 કલાકમાં અતિભારે જ્યારે 5 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે. જ્યારે ભાદરવામાં પણ મેઘરાજાની જોરદાર મહેર જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યભરમાં આગામી 5 દિવસોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. ત્રણ સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસોમાં રાજ્યના લગભગ 28 જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તાર જેમકે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વેગેરે માટે રેડ એલર્ટ અપાયું છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 6 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
42
0
સંબંધિત લેખ