કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
હાલની મોસમમાં અનાજનું ઉત્પાદન લગભગ 28.13 મિલિયન ટન થશે
દેશમાં સરેરાશ 9% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયેલ છે, છતાં પણ મહત્તમ ઉત્પાદન થવાની અપેક્ષા છે. નવી દિલ્લી, ખરીફ મોસમમાં, દેશમાં સરેરાશ 9% કરતાં પણ ઓછા વરસાદના લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, અને બિહારના ઘણા ભાગોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ, હાલ 2018-19 ની ખેતીની મોસમમાં અનાજનું ઉત્પાદન લગભગ 281.3 લાખ ટન થશે, જ્યારે ગયા વર્ષે 2017-18 માં અનાજનું ઉત્પાદન 277.4 લાખ ટન થયુ હતું.
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા બીજા અગ્રીમ અંદાજપત્ર મુજબ 2018-19 માં ખેતીની મોસમમાં ચોખાનું ઉત્પાદન 115.6 લાખ ટન થવાનો અંદાજ છે, જે 2017-18 ની ખેતીની મોસમના બીજા અંદાજપત્ર કરતા 111.0 લાખ ટન વધુ છે. ઘઉંનું ઉત્પાદન પણ ગત વર્ષ 971 લાખ ટનની સરખામણીમાં આ વર્ષે 991 લાખ ટન નોંધવામાં આવ્યું છે. સ્ત્રોત – આઉટલુક એગ્રીકલ્ચર,28 ફેબ્રુઆરી 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0
સંબંધિત લેખ