કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકાર દ્વારા સુગર મિલ્સને વધુ એક રાહત પેકેજ
કેન્દ્ર સરકાર શેરડી ના ખેડૂતો ની આવક વધારવા માટે સુગર મિલ્સને વધુ એક રાહત પેકેજ પ્રદાન કરી શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલોને લગભગ રૂ. 10,000 કરોડ ની સોફ્ટ લોન આપી શકે છે. આ ઉપરાંત ખાંડની લઘુતમ વેચાણ કીમતમાં વધારો કરવાની પણ તૈયારી કરી રહ્યું છે.
ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાંચ વર્ષ માટે સુગર મિલોને 6 ટકા વ્યાજ દરે લોન આપશે. ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા ઇથેનોલ ઉત્પાદક પ્લાન્ટ સ્થાપવા માટે સુગર મિલોને આ લોન આપવામાં આવશે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ ,કેન્દ્ર સરકારની આગામી કેબિનેટ મીટિંગમાં લઘુતમ વેચાણ કિંમત રૂ. 29 થી 32 કિગ્રા કરવાનો નિર્ણય લઇ શકે છે શેરડીના ખેડૂતોની બાકી રકમ દિવસે દિવસે વધી રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની સુગર મિલો સમયાંતરે શેરડીના ખેડૂતોની બાકી રકમ ચૂકવવામાં અસમર્થ છે. પરિણામે 2018-19 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અત્યાર સુધી બાકી રકમ લગભગ 11,000 કરોડ પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જો સ્થિતિ આવી જ રહેશે તો બાકીની રકમ એપ્રિલના અંત સુધીમાં 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સપ્ટેમ્બર 2018 માં કેન્દ્ર ખાંડ ઉદ્યોગને રૂ. 5,500 કરોડ પેકેજ આપ્યું હતું . સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, 08 જાન્યુઆરી 2019
2
0
સંબંધિત લેખ