AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Jan 20, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશનને બજેટમાં લાવવાની યોજના
નવી દિલ્હી: ખાદ્યતેલો પર આયાતની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર બજેટમાં રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન (એનએમઇઓ) રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેનો હેતુ સ્થાનિક રીતે તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. દેશમાં ખાદ્યતેલોનો વાર્ષિક વપરાશ આશરે 250 લાખ ટન છે, જ્યારે ઉત્પાદન માત્ર 100 લાખ ટન છે. આથી, વાર્ષિક આશરે 150 લાખ ટન ખાદ્યતેલોની આયાત થાય છે. કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એનએમઇઓ નો ડ્રાફ્ટ લગભગ તૈયાર થઇ ગયો છે. મંજૂરી મળ્યા પછી તેને લોન્ચ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં તેનો અમલ કરવાની યોજના છે. ખેડુતોએ તેલીબિયાંના પાકને ટેકાના ભાવથી નીચેના ભાવે વેચવો પડે છે, સાથે જ ઘઉં અને ડાંગર કરતા તેલીબિયાના પાકનું ઉત્પાદન હેક્ટર દીઠ ઓછું થાય છે. જેના કારણે ખેડુતો તેલીબિયાના વાવેતરને પ્રાધાન્ય આપતા નથી. એનએમઇઓ તરફથી તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવશે. આ અંતર્ગત તેલીબિયાના ખેડુતોને પાકના વ્યાજબી ભાવ આપવા સાથે, આયાતી ખાદ્ય તેલોની ડ્યુટીમાં વધારો અને અન્ય ઉપાય પણ શામેલ છે. તેલીબિયાંમાં આત્મનિર્ભર બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં તેલીબિયાં આશરે 480 લાખ ટન સુધી વધારવાનો લક્ષ્યાંક એનએમઇઓમાં નક્કી કરવામાં આવ્યો છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 11 જાન્યુઆરી 2020 આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
75
1