AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
11 Dec 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકારે ડુંગળી પર સ્ટોકની મર્યાદા વધુ ઘટાડી
નવી દિલ્હી- ડુંગળીના ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે રિટેલર્સ માટે ડુંગળીના સ્ટોકની મર્યાદા 5 ટનથી ઘટાડીને 2 ટન કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પણ નિર્દેશ આપ્યા છે કે ડુંગળીના ભાવોને અંકુશમાં લેવા માટે, સંગ્રહખોરી સામે જરૂરી પગલાં ભરો. ઉત્પાદક રાજ્યોની મંડીઓમાં ડુંગળીના જથ્થાબંધ ભાવો નીચે આવી ગયા છે.
બાગાયતી સંશોધન અને વિકાસ સ્થાપના (એનએચઆરડીએફ) અનુસાર, મહારાષ્ટ્રના પીપળગાંવ મંડીમાં સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ મંગળવારે 62.80 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે, જ્યારે 5 ડિસેમ્બરના રોજ તે 133 રૂપિયા પ્રતિ કિલો હતો. અન્ય મંડીઓમાં લાસલગાંવમાં લાલ ડુંગળીનો ભાવ 71 રૂપિયા, મનમાડ માં 46..90 રૂપિયા અને પૂણે મંડીમાં 110 રૂપિયા પ્રતિ કિલો હતો. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને પૂર ને લીધે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. વર્તમાન ખરીફ અને મોડા ખરીફમાં તેનું ઉત્પાદન ઘટીને 52.06 લાખ ટન થવાનું અનુમાન છે.જ્યારે ગયા વર્ષે ખરીફ અને મોડા ખરીફનું ઉત્પાદન 69.91 લાખ ટન થયું હતું.મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકની સીઝન 2018-19માં ડુંગળીનું ઉત્પાદન 234.85 લાખ ટન થવાનો અંદાજ છે,જે તેના પાછલા વર્ષના 232.62 લાખ ટનથી વધુ હતું. સંદર્ભ- આઉટલુક એગ્રીકલ્ચર, 10 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
99
0