AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
24 Jun 19, 01:00 PM
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘઉંની સરકારી ખરીદી 17 ટકા ઘટી
નવી દિલ્હી: ચાલુ પાક સિઝન ૨૦૧૮-૧૯ માં દેશમાં ઘઉંની રેકોર્ડ ઉત્પાદન ૧૦.૧૨ કરોડ ટન હોવા છતાં પણ ન્યુનતમ વેચાણ કિંમત (એમએસપી) ની ખરીદી પાછલા વર્ષની તુલનામાં ૧૭.૩૩ ટકા ઘટીને ફક્ત ૩૪૦.૬૨ લાખ ટનની થઈ છે,જયારે પાછલા વર્ષે ૩૫૭.૯૫ લાખ ટન ઘઉં ખરીદી કર્યા હતા.ન્યુનતમ વેચાણ કિંમત પર ઘઉંની સૌથી ઓછી ખરીદી ઉત્તર પ્રદેશ, માધ્ય પ્રદેશ અને રાજસ્થાન માં નોંધાઈ છે.
'એફસીઆઇ’ અનુસાર ચાલુ રવીમાં ન્યુનતમ ભાવ પર 340.62 લાખ ટનની ખરીદી થઈ છે, જ્યારે કેન્દ્ર સરકારે ખરીદીનું લક્ષ્ય ૩૫૭.૯૫ લાખ ટન નક્કી કર્યું હતું. પાછલા રવીમાં ન્યુનતમ ભાવ પર ૩૫૬.૫૦ લાખ ટન ઘઉંની ખરીદી થઈ હતી. કૃષિ મંત્રાલયના ત્રીજા પ્રારંભિક અંદાજ અનુસાર પાકની સિઝન 2018-19માં અનાજનું ઉત્પાદન 10.12 કરોડ ટન છે જ્યારે ગયા વર્ષે 9.98 કરોડ ટનનું ઉત્પાદન થયું હતું. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર 22 જૂન, ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0