કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ચોખાની સરકારી ખરીદી 101 લાખ ટનને પાર
વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન 2019-20માં, લઘુતમ ટેકાના ભાવે (એમએસપી) ચોખાની ખરીદી 101.22 લાખ ટન કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી પંજાબ 63.08 લાખ ટન અને હરિયાણામાંથી 37.39 લાખ ટન રહી છે.ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ના અનુસાર 1 ઓક્ટોબર, 2019 થી શરૂ થતાં ટેકાના ભાવ પર ચોખાની ખરીદી 101.22 લાખ ટન થઈ છે. પંજાબ અને હરિયાણા સિવાય અન્ય ઉત્તર પ્રદેશમાંથી વર્તમાન ખરીફમાં ટેકાના ભાવ પર 40,295 ટન, તમિલનાડુ થી 20,866 ટન,ચંદીગઢ થી 10,476 ટન અને કેરળમાંથી 2,199 ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે.વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન માટે ચોખાની ખરીદીનું લક્ષ્યાંક 416 લાખ ટન રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષે ખરીદેલા 443.31 લાખ ટનથી ઓછું છે.
વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન માટે પંજાબથી ચોખાની ખરીદીનું લક્ષ્યાંક 114 લાખ ટન નક્કી કરાયું છે, જ્યારે હરિયાણાથી ખરીદીનું લક્ષ્ય 40 લાખ ટન છે. અન્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશથી વર્તમાન ખરીફમાં ખરીદીનું લક્ષ્યાંક 33 લાખ ટન, ઓડિશાથી 34 લાખ ટન, છત્તીસગઢ થી 48 લાખ ટન અને આંધ્રપ્રદેશમાંથી 40 લાખ ટન છે. તેલંગાણાથી ચોખાની ખરીદીનું લક્ષ્ય 30 લાખ ટન, બિહાર થી 12 લાખ ટન, મધ્યપ્રદેશથી 14 લાખ ટન નક્કી કરાયું છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 31 ઓક્ટોબર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
58
0
સંબંધિત લેખ