કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કૃષિ પેદાશોની નિકાસ વધારવા માટે સરકારે કરી તૈયારી
નવી દિલ્હી : કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ચોખા અને ચા પરના અન્ય કેટલાક ઉત્પાદનો સાથે નિકાસકારોને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધીમાં કૃષિ પેદાશોના નિકાસનો લક્ષ્યાંક 6000 કરોડ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષાંક રાખ્યો છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2019 - 20 ના પ્રથમ બે મહિનામાં કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 7.73% નો ઘટાડો થયો છે. વર્ષ 2018-19માં રૂ. 1,28,302 કરોડની કૃષિ પેદાશોની નિકાસ થઇ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ નિકાસકારોને મર્ચિન્ડાઇઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે. એગ્રી ઉત્પાદનોના નિકાસમાં સૌથી મોટો હિસ્સો ચોખા, ચા, મસાલા તેમજ ડુંગળી, બટાટા અને ટામેટાંનો છે. નોન-બાસમતી ચોખાના વૈશ્વિક બજારમાં કિંમતો ઓછી છે જ્યારે સ્થાનિક બજારમાં ભાવ વધારે છે. આને કારણે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં તેની નિકાસમાં 50 ટકાનો વધારો થયો છે. ચાની નિકાસમાં વધારો તો થયો છે, પરંતુ આમાં આપણને શ્રીલંકા તરફથી એક પડકાર પણ મળી રહ્યો છે. તેથી, ચા નિકાસકારોને પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 27 જુલાઇ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
26
1
સંબંધિત લેખ