AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Feb 20, 01:00 PM
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
ડુંગળીની નિકાસ પર સરકારે હટાવ્યો પ્રતિબંધ, ખેડૂતોને થશે લાભ
નવી દિલ્હી: ડુંગળીના વાવેતર કરતા ખેડૂતોના હિત માટે સરકારે બુધવારે ડુંગળીની નિકાસ પર લગભગ છ મહિના થી લાગેલો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. રવિ પાકના વધુ ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સરકારના આ પગલાથી ખેડૂતોને ડુંગળીનો વ્યાજબી ભાવ મળી શકશે. મંડીઓમાં નવી ડુંગળીની સપ્લાયમાં વધારો થવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંત્રીઓ ના સમૂહ (જીઓએમ) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન મંત્રી રામ વિલાસ પાસવાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ સ્થિર થયા છે અને ડુંગળીની આવકમાં વધારો થયો છે, તેથી સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે 28.4 લાખ ટન ડુંગળી નું ઉત્પાદનની તુલનામાં રવી સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 40 લાખ ટનથી વધુ થવાની સંભાવના છે. પ્રતિબંધ હટાવવાનો નિર્ણય વિદેશી વેપાર મહાનિર્દેશક (ડીજીએફટી) દ્વારા આ સંબંધમાં જાહેરનામું બહાર પાડ્યા પછી અસરકારક રહેશે. સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 27 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
657
2