કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
સરકારે ચીન પાસેથી થતી દૂધની આયાત પરના પ્રતિબંધની અવધી લંબાવી
સરકારે મેલેમાઇન નામના ઝેરી રસાયણની હાજરી ચકાસવા માટે પોર્ટ(બંદર) પર સ્થિત પ્રયોગશાળાઓને અપગ્રેડ કરવા માટે ચીનમાંથી આયાત થતા દૂધ અને ચોકલેટ્સ સહિત દૂધના ઉત્પાદનો પર લગાડેલ પ્રતિબંધની અવધી લંબાવી છે. ખાદ્યસામગ્રી નિયામક એફએસએસએઆઇ(FSSAI) દ્વારા જ્યાં સુધી પોર્ટ(બંદર) પરની તમામ પ્રયોગશાળાને રાસાયણિક પરિક્ષણ માટે અપગ્રેડ કરવામાં આવે નહીં ત્યાંસુધી પ્રતિબંધ લંબાવવાની ભલામણ કરવામાં આવી છે.
દૂધના કેટલાક ચાઇનીઝ માલસામાનમાં મેલેમાઇનની હાજરી અંગેની શંકાના કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મેલેમાઇન એક ઝેરી રસાયણ છે જે પ્લાસ્ટીક અને ખાતરો બનાવવા માટે વપરાય છે. જો કે ભારત ચીન પાસેથી દૂધ, દૂધની બનાવટોની આયાત કરતું નથી, આ પ્રતિબંધને એક નિવારક પગલાં તરીકે લાદવામાં આવ્યો છે. એફએસએસએઆઇ(FSSAI) એ જણાવ્યું કે ચીન દ્વારા આયાત થતા ચોકલેટ અને ચોકલેટના ઉત્પાદનો સહિત દૂધ અને દૂધના ઉત્પાદનો, મીઠાઇ અથવા દૂધની બનાવટો અને દૂધના સઘન ઘટકો પરના પ્રતિબંધને, જ્યાં સુધી મેલેમાઇનનું પરિક્ષણ કરવા પ્રવેશદ્વાર પરના પોર્ટ(બંદર)ની તમામ પ્રયોગશાળાની ક્ષમતાને પર્યાપ્ત રીતે અપગ્રેડ કરવામાં આવે નહીં ત્યાંસુધી લંબાવામાં આવશે. ભારત દુનિયામાં દૂધનો સૌથી મોટો ગ્રાહક અને ઉત્પાદક દેશ છે. તે દર વર્ષે લગભગ 150 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. રાજસ્થાન અને ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ દૂધ ઉત્પાદન કરતું અગ્રણી રાજ્ય છે. સ્ત્રોત: ધી ઇકોનોમિક્સ ટાઇમ્સ, 23 એપ્રિલ, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
17
0
સંબંધિત લેખ