કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ખુશ ખબર ! લઘુ, માઈક્રો અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડના પેકેજ પર સરકાર કરી રહી છે કામ
લઘુ,માઈક્રો અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાયરસથી ચાલતા લોકડાઉનનો ભોગ બનેલા નાના ઉદ્યોગોને સમયસર લેણાંની રકમ પરત ચૂકવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર હાલમાં 1 લાખ કરોડના પેકેજ પર કામ કરી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે કેન્દ્ર એમએસએમઇની વ્યાખ્યા બદલવા માટે તૈયાર છે, આ પ્રસ્તાવ પર વડા પ્રધાનની મંજૂરીની રાહમાં છે. એસોસિએટેડ ચેમ્બર્સ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં ગડકરીએ કહ્યું હતું કે “અમે 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ સ્થાપવાની યોજના બનાવી છે અને અમે તેનો વીમો લઈશું અને તેનો વીમો પણ સરકાર દ્વારા ચુકવવામાં આવશે. અમે ભાગીદારો વચ્ચે એક સૂત્ર નક્કી કરીશું. તેમણે ઉમેર્યું હતું કે “અમે આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છીએ અને ટૂંક સમયમાં અમે મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલી આપીશું. આ ઉપરાંત, કેન્દ્ર તેમની વાર્ષિક આવકના આધારે માઇક્રો,લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે નિર્ધારિત છે, આ પગલાનો હેતુ તેમને જીએસટી શાસન ને વધુ સારી રીતે તૈયાર કરી અને ધંધામાં સરળતા પ્રોત્સાહિત કરવાનો છે. સંદર્ભ- કૃષિ જાગરણ 26 એપ્રિલ 2020, મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે, કૃષિ વાર્તા વાંચવાનું ભૂલશો નહીં! આ માહિતીને લાઇક કરીને અન્ય મિત્રો ને શેર કરો!
44
0
સંબંધિત લેખ