આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જાણો, રસ ચૂસનાર ફૂદા ટામેટાને પણ નુકસાન કરી શકે છે:
રસ ચૂસનાર ફૂદા લીંબુ, મોસંબી, જામફળ, દાઢમ ઉપરાંત ટામેટાના ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ટામેટાના ફળ ઉપર એક કરતા વધારે સોયથી કાણાં પાડ્યા હોય તેવા કાણાં જોઇ શકાય છે. આ કાણાંમાથી જીવાણૂ-ફૂગ દાખલ થવાથી ફળમાં કહોવારો લાગુ પડે છે અને છેવટે ફળ ખરી પડતા હોય છે. પાક ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે. યોગ્ય પગલાં લેવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
73
1
સંબંધિત લેખ