કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખરીફ માં ખાદ્ય ઉત્પાદન સ્થિર રહેવાનો અંદાજ
દેશમાં ઘણા રાજ્યોમાં ચાલુ ખરીફમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હોવા છતાં પણ ખાદ્ય ઉત્પાદન પાછલાં વર્ષ જેટલું જ રહેવાનું ધારણા છે, કારણ કે, ડાંગર અને અન્ય પાકોની વાવણીમાં હજુ સમય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઇસીએઆર) ના મહાનિદેશક ત્રીલોચન મહાપ્રાત્રાએ દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ખરીફ પાકની વાવણી લગભગ-લગભગ પાછલાં વર્ષની બરોબર થઇ જશે. તેમણે કહ્યું કે ડાંગરની રોપણી ઓગસ્ટના અંત સુધીમાં થઇ શકે છે. તેથી હમણાં પૂરતો સમય છે. ચાલુ ખરીફ સિઝનમાં પહેલી જૂનથી 16 જુલાઇ સુધી દેશભરમાં મોનસૂની વરસાદ સામાન્યથી 14 ટકા ઓછો થયો છે. આ દરમિયાન સામાન્ય રીતે 308.4 મીલીમીટર વરસાદ થાય છે, જ્યારે ચાલુ સિઝનમાં માત્ર 265.9 મિલીમીટર વરસાદ થયો છે. સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 17 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
9
0
સંબંધિત લેખ